Kisan Drone Yojana: ડ્રોનથી છંટકાવ યોજના, ડ્રોનથી દવા છંટકાવ યોજના

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવતી બેટરી પંપ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજના, વોટર કેરીંગ પાઇપલાઈન યોજના તેમજ યોજનાની વિગતવાર માહિતી. સરકારની જ એક યોજના છે Kisan Drone Yojana (ડ્રોનથી છંટકાવ યોજના). તો ચાલો જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે?, યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા–કયા ડોક્યુમેન્ટ જોઈએ.

ડ્રોનથી દવા છંટકાવ યોજના

યોજનાનું નામડ્રોનથી દવા છંટકાવ યોજના (ડ્રોનથી છંટકાવ યોજના)
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?પ્રતિ એકર કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 500 બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
અરજી શરૂ થયા તારીખ3 જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2025 સુધી
વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

Kisan Drone Yojana

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સાથે સાથે ખેડૂતના સ્વાસ્થની પણ ચિંતા કરી એના માટે પણ યોજના બનાવે છે. ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ખેડૂતો જોખમ વગર જંતુનાશક દવાઓ પાક પર છંટકાવ કરી શકે. આ માટે સરકાર એ પ્રતિ એકર કુલ ખર્ચના 90% સુધી સહાય આપે છે.

ડ્રોનથી છંટકાવ યોજના નો ઉદ્દેશ્ય શું?

ડ્રોનથી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, ખેડૂત એ ડ્રોન ટેક્નોલૉજીથી અવગત થાય. તેમજ કોઈપણ જોખમ વગર દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ કોને લાભ મળી શકે?

રાજ્યના ખેડૂતોને ડ્રોન થી દવા છંટકાવ સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જે પાત્રતા નીચે મુજબ છે.

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂતને આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 1 વર્ષ છે.

મળવાપાત્ર સહાય

  • ખેડૂતને ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઈલ નંબર

ડ્રોનથી છંટકાવ યોજના માં કેવી રીતે અરજી કરવી?

  1. સૌપ્રથમ તમારે I Khedut ની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ઓપન કરવાની રહેશે.
  2. Khedut website ખોલ્યા પછી Yojana પર ક્લિક કરવું.
  3. યોજના પર Click કર્યા પછી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  4. “ખેતીવાડી ની યોજના” Open કર્યા બાદ જ્યાં તમને ખેતીને લગતી તમામ યોજનાઓ બતાવશે.
  5. તમારે ડ્રોનથી છંટકાવ યોજના માં પર ક્લિક કરવાની રહેશે.
  6. તેમાં તમને ડ્રોનથી છંટકાવ યોજના વિશે માહિતી વાંચવા મળશે.
  7. ત્યાર બાદ તમારે “અરજી કરો” પર ક્લિક કરવાનું રહેશે.
  8. હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી
  9. આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  10. અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  11. જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર Registration કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  12. ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  13. લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  14. ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  15. ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Index
Scroll to Top