GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી

GPSC Bharti 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની વધુ 69 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે પૈકી જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની કુલ 32 જગ્યાઓ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઔષધ નિરીક્ષક વર્ગ 2ની જગ્યા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગની https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકો છો. રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ સુધી અરજી કરી શકશે.

GPSC vacancy 2023, GPSC Bharti 2023, GPSC ભરતી

GPSC Bharti 2023

સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ જગ્યા 32
પોસ્ટ ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસર
છેલ્લી તારીખ 30-9-2023
વેબસાઈટ https://gpsc.gujarat.gov.in https://gpsc-ojas.gujarat.gov.in

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ 

વર્ગ કુલ જગ્યા
સામાન્ય 13
આર્થિક રીતે નબળા 03
આ.શૈ.પ.વર્ગ 12
અનુ.જાતિ 02
અનુ. જન. જાતિ 02
કુલ 32

GPSC vacancy 2023 ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડેલી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચો.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારો ક્લિનિકલ ફાર્માકોલોજી અથવા માઇક્રોબાયોલોજીમાં વિશેષતા સાથે ફાર્મસી અથવા ફાર્માસ્યુટિકલ સાયન્સ અથવા મેડિસિનમાં બેચલર ડિગ્રી અથવા ફાર્મ.ડી.માં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ – 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે ઘોષિત કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઇએ.

GPSC ભરતી માં કેવી રીતે અરજી કરવી?

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડેલી ક્લાસ 2 ડ્રગ્સ ઇન્સ્પેક્શન અધિકારીની જગ્યાઓ માટે પાત્ર અને રુચિ ધરાવતા ઉમેદવારોએ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment