Laziest country in the world: દુનિયાના સૌથી આળસુ દેશોમાં ભારત કેટલામાં ક્રમે? અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ હાલમાં જ દુનિયામાં કયા દેશના લોકો સૌથી આળસુ છે એનો એક સરવે કર્યો છે. આ સરવે કયા દેશના વ્યક્તિ દિવસ દરમ્યાન કેટલા સ્ટેપ ચાલે છે એના આધારે કરવામાં આવ્યો હતો.
Laziest country in the world
હાર્વર્ડ દ્વારા આ માટે સાત લાખ સ્માર્ટફોન યુઝર્સના ડેટાને એનલાઇઝ કરવામાં આવ્યાં હતાં. આ તમામ યુઝર્સને 46 દેશમાંથી પસંદ કરવામાં આવ્યાં હતાં. આ સરવેનો હેતું દુનિયાના વિવિધ દેશોના લોકોની ફિઝીકલ એક્ટિવિટીમાં કેટલો તફાવત છે અને તેમની લાઇફસ્ટાઇલ કેટલી અલગ છે એ દેખાડવાનો હતો. આ સ્ટડીના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. ઘણાં દેશના લોકો બેઠાડું જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે એમાં ભારતનો ક્રમ કયા નંબર પર છે એ ઇન્ટરેસ્ટિંગ છે.
ઇન્ડોનેશિયા Indonesia
દુનિયાના સૌથી આળસુ લોકોમાં કોઈની ગણતરી થતી હોય તો એ ઇન્ડોનેશિયા છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ ફક્ત 3513 સ્ટેપ્સ ચાલે છે. Indonesia લોકોની એક્ટિવિટી ઓછી હોવાનું કારણ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓછું પ્રમાણ પણ છે. જોકે ત્યાંની સરકારે લોકોને ફિઝીકલ એક્ટિવિટીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાની જરૂર છે.
સાઉદી અરેબિયા – Saudi Arabia
આ લિસ્ટમાં બીજા ક્રમે Saudi Arabia નો સમાવેશ થાય છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ 3807 સ્ટેપ ચાલે છે. અહીંના લોકોમાં ઓછા સ્ટેપ ચાલવા પાછળનું કારણ ત્યાંની ગરમી છે. તેમ જ આ માટે તેમનું કલ્ચર પણ જવાબદાર છે. ત્યાના લોકો મોટાભાગે ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. તેમ જ ગરમીની સીઝનમાં તેમની લાઇફસ્ટાઇલમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. તેઓ ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે. આ સીઝનમાં તેમના એવરેજ સ્ટેપ પણ ઓછા જોવા મળે છે.
મલેશિયા – Malaysia
Malaysiaના લોકો રોજના એવરેજ સ્ટેપ્સ 3963 સાથે ત્રીજાક્રમે છે. અહીંના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે. તેઓ ચાલવાનું બિલકુલ પસંદ નથી કરતાં. તેમ જ શેહરમાં એટલું ટ્રાફિક હોય છે કે ત્યાના લોકોને ચાલવા માટે જગ્યા પણ નથી હોતી. આથી Malaysiaના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરેક જગ્યાએ ફૂટપાથનો સમાવેશ કરવામાં આવે એ જરૂરી છે.
ફિલિપાઇન્સ – Philippines
દરરોજના 4008 સ્ટેપ્સ સાથે Philippines સૌથી આળસુ દેશના લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે. અહીંના લોકોને પણ ચાલવા માટે જગ્યા ખૂબ જ ઓછી છે. મનિલા અને સીબૂ જેવા શહેરમાં ખૂબ જ ટ્રાફિક હોય છે જેથી લોકોને ચાલવા માટે જગ્યા નથી મળતી. એક્સપર્ટ દ્વારા અહીં Philippinesમાં ચાલવા માટે અને સાઇકલિંગ કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ એવું સજેસ્ટ કરવામાં આવ્યું છે.
સાઉથ આફ્રિકા – South Africa
આ લિસ્ટમાં 4105 સ્ટેપ્સ સાથે પાંચમાં ક્રમે South Africa છે. આ દેશ ખૂબ જ મોટો હોવાથી એમાં બે પ્રકારની લાઇફસ્ટાઇલ જોવા મળી છે. અર્બન વિસ્તાર એટલે કે કેપટાઉન અને એના જેવા અન્ય શહેરોમાં લોકો ખૂબ જ ઓછું ચાલે છે. જોકે રુરલ એરિયાના લોકો વધુ ચાલે છે. આથી તેમને એવરેજ 4105 સ્ટેપ્સ છે.
ઈજીપ્ત – Egypt
કયા દેશમાં વધુ આળસુ લોકો છે એમાં Egyptનો છઠ્ઠા ક્રમે સમાવેશ થાય છે. અહીંના લોકોના રોજના એવરેજ સ્ટેપ્સ 4315 છે. સાઉદી અરેબિયાની જેમ અહીં પણ ગરમીને કારણે લોકોનું ચાલવાનું પ્રમાણ ઓછું છે. ટ્રાફિક અને ચાલવા માટેની જગ્યા ઓછી હોવી એ હવે દરેક દેશનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને એમાંથી ઇજિપ્ત પણ બાકી નથી.
બ્રાઝિલ – Brazil
4289 એવરેજ સ્ટેપ્સ સાથે Brazil સાતમાં ક્રમે છે. સાઉથ આફ્રિકાની જેમ અહીં પણ સાઓ પાઉલો અને રિયો ડી જાનેરોમાં ચાલવાનું પ્રમાણ ઓછું છે અને રુરલ એરિયામાં વધારે છે. સરકાર દ્વારા હેલ્થ કેમ્પેન શરૂ કરવાથી અહીંના લોકોનું ચાલવાનું પ્રમાણ વધારી શકાય છે.
ઇન્ડિયા – India
બ્રાઝિલ બાદ આ લિસ્ટમાં India આવે છે. ઇન્ડિયાના લોકો દરરોજ એવરેજ 4297 સ્ટેપ્સ ચાલે છે. India માં પણ અર્બન અને રુરલ એરિયા છે. દિલ્હી, મુંબઈ અને બેન્ગલોર જેવી મેટ્રો સિટીમાં લોકો ચાલવા કરતાં ટ્રેન, બસ અને રીક્ષાનો વધુ ઉપયોગ કરે છે. રુરલ એરિયામાં આ સ્ટેપ વધુ છે, પરંતુ એવરેજ ગણવામાં આવતાં ભારત આળસુ વ્યક્તિઓના લિસ્ટમાં આઠમાં ક્રમે છે.
મેક્સિકો – Mexico
Mexicoમાં પણ અન્ય દેશોની જેમ ટ્રાફિકની સમસ્યા છે અને પરિણામે ચાલવા માટે જગ્યા નથી. અહીંના લોકો સરેરાશ 4692 સ્ટેપ્સ ચાલે છે અને નવમાં ક્રમે છે. મેક્સિકોમાં જે રીતે લોકો કામ કરે છે અને ત્યાં વર્ક કલ્ચર છે એની અસર પણ તેમની લાઇફસ્ટાઇલ પર પડે છે અને પરિણામે તેઓ ઓછું ચાલે છે.
અમેરિકા – America
સૌથી આળસુ લોકોના દેશમાં America નો પણ સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી પાવરફુલ દેશ તરીકે ઓળખાય છે, પરંતુ ત્યાંના લોકોમાં પણ હવે આળશ આવી ગયું છે. રોજના 4774 સ્ટેપ્સ સાથે આ લિસ્ટમાં અમેરિકા દશમાં ક્રમે છે. આ દેશની ગણતરી ડેવલપ દેશમાં થાય છે. ત્યાંના લોકો પાસે દરેક પ્રકારની સુવિધા છે. આ સુવિધાને કારણે ત્યાં ચાલવાનું પ્રમાણ ઓછું થયું છે. ન્યુ યોર્ક અને લોસ એન્જલસમાં તો ઓફિસમાં વર્કપ્લેસ વેલનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેથી કરીને ત્યાંના લોકોને ચાલવા માટે વધુ પ્રેરિત કરી શકાય.