Palak Mata Pita Yojana 2023: પાલક માતા પિતા યોજના દસ્તાવેજો, પાત્રતા અને યોજના વિશે સંપૂર્ણ માહિતી

કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકાર નિરાધાર બાળકો, નિરાધાર વૃધ્ધ તથા વિધવા બહેનો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય ચલાવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ દ્વારા ‘વિધવા સહાય યોજના’ ચાલે છે. આ તમામ યોજનાઓ દ્વારા આવા લાભાર્થીઓને સીધી આર્થિક સહાય આપવાનો ઉદ્દેશ્ય રહેલો છે. આજે આપણે નિયામક સમાજ સુરક્ષા કચેરી દ્વારા ચાલતી પાલક માતા પિતા યોજના વિશે વાત કરીશું.

Palak Mata Pita Yojana 2023: પાલક માતા પિતા યોજના દસ્તાવેજો, પાત્રતા અને યોજના વિશે સંપૂર્ણ માહિતી

Palak Mata Pita Yojana 2023 

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

પાલક માતા પિતા યોજના

યોજનાનું નામ પાલક માતા પિતા યોજના
આર્ટિકલની ભાષા અંગ્રેજી અને ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે
લાભાર્થીઓ ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો
સહાય કેટલી મળે દર મહિને 3000 રૂપિયા
અમલ કરનાર કચેરી નિયામક સુરક્ષા કચેરી
વિભાગનું નામ Social Justice and empowerment department
અધિકૃત વેબસાઈટ https://sje.gujarat.gov.in/
વેબસાઈટ Palak Mata Yojana

પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા

પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.

Palak Mata Pita Yojana માં કેટલી સહાય મળે?

પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.

Palak Mata Pita Yojana દસ્તાવેજો

જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્‍ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required દસ્તાવેજો નીચે મુજબ નક્કી થયેલા છે.
  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ
નોંધ:- આવકના દાખલા માટે ગ્રામીણ વિસ્તાર માટે 27,000/- થી વધુ અને શહેરી વિસતાર માટે 36,000/- થી વધુની આવક હોવી જોઈએ.”palak mata pita yojana” માં માહિતી મેળવીને અરજી કરવી જોઈએ.

Leave a Comment