SSC Steno Recruitment 2024: સરકારીની નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ Stenographer ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ સુધી ચાલશે. જેને લઈ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ જેવી વસ્તુઓની વિગતવાર આપણે ચર્ચા કરીશું.
SSC Steno Recruitment 2024
ભરતી સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
કુલ જગ્યાઓ | 2006 |
અરજી પ્રક્રિયા | Online |
છેલ્લી તારીખ | 17 ઓગસ્ટ 2024 |
વેબસાઈટ | ssc.gov.in |
પોસ્ટનું નામ અને વય મર્યાદા
- પોસ્ટ: સ્ટેનોગ્રાફર
- અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ઓગસ્ટ 2024
- વયમર્યાદા: 18થી 30 વર્ષ વચ્ચે
- જગ્યા: 2006
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10+2 પાસ કરેલ હોવું જરૂરી છે. સાથે જ ગ્રુપ ડીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ટ્રાંસ્ક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ સી માટે, ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.
સ્ટાફ સિલેક્શન કમિશનમાં કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ તમારે સત્તાવાર જાહેરાત વાંચવી / અહીંથી જાહેરાત વાંચો
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
- હોમ પેજ Apply બટન પર ક્લિક કરો.
- હવે સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ પરીક્ષા, 2024ની બાજુમાં આવેલી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- જો તમે અગાઉ અરજી કરી હશે તો લોગિન કરવા માટે કહેશે, બાકી ન્યુ યુઝર્સ પર ક્લિક કરી તમામ માહિતી ભરવાની રહેશે
- લોગિન કર્યા પછી, અન્ય વિગતો, સહી, ફોટોગ્રાફ અપલોડ કરો.
- છેલ્લે ફી ભરવાની રહેશે અને સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો.