અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ હાલમાં જ દુનિયામાં કયા દેશના લોકો સૌથી આળસુ છે એનો એક સરવે કર્યો છે.
હાર્વર્ડ દ્વારા આ માટે સાત લાખ સ્માર્ટફોન યુઝર્સના ડેટાને એનલાઇઝ કરવામાં આવ્યાં હતાં. આ તમામ યુઝર્સને 46 દેશમાંથી પસંદ કરવામાં આવ્યાં હતાં.
આ સ્ટડીના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. ઘણાં દેશના લોકો બેઠાડું જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે એમાં ભારતનો ક્રમ કયા નંબર પર છે એ ઇન્ટરેસ્ટિંગ છે.
દુનિયાના સૌથી આળસુ લોકોમાં કોઈની ગણતરી થતી હોય તો એ ઇન્ડોનેશિયા છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ ફક્ત 3513 સ્ટેપ્સ ચાલે છે.
આ લિસ્ટમાં બીજા ક્રમે સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. અહીંના લોકો એક દિવસમાં એવરેજ 3807 સ્ટેપ ચાલે છે. અહીંના લોકોમાં ઓછા સ્ટેપ ચાલવા પાછળનું કારણ ત્યાંની ગરમી છે.
મલેશિયાના લોકો રોજના એવરેજ સ્ટેપ્સ 3963 સાથે ત્રીજાક્રમે છે. અહીંના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે.
દરરોજના 4008 સ્ટેપ્સ સાથે ફિલિપાઇન્સ સૌથી આળસુ દેશના લિસ્ટમાં ચોથા ક્રમે આવે છે. અહીંના લોકોને પણ ચાલવા માટે જગ્યા ખૂબ જ ઓછી છે.
આ લિસ્ટમાં 4105 સ્ટેપ્સ સાથે પાંચમાં ક્રમે સાઉથ આફ્રિકા છે. આ દેશ ખૂબ જ મોટો હોવાથી એમાં બે પ્રકારની લાઇફસ્ટાઇલ જોવા મળી છે.
કયા દેશમાં વધુ આળસુ લોકો છે એમાં ઇજિપ્તનો છઠ્ઠા ક્રમે સમાવેશ થાય છે. અહીંના લોકોના રોજના એવરેજ સ્ટેપ્સ 4315 છે.
4289 એવરેજ સ્ટેપ્સ સાથે બ્રાઝિલ સાતમાં ક્રમે છે. સાઉથ આફ્રિકાની જેમ અહીં પણ સાઓ પાઉલો અને રિયો ડી જાનેરોમાં ચાલવાનું પ્રમાણ ઓછું છે અને રુરલ એરિયામાં વધારે છે.
બ્રાઝિલ બાદ આ લિસ્ટમાં ઇન્ડિયા આવે છે. ઇન્ડિયાના લોકો દરરોજ એવરેજ 4297 સ્ટેપ્સ ચાલે છે. ભારતમાં પણ અર્બન અને રુરલ એરિયા છે.
મેક્સિકોમાં પણ અન્ય દેશોની જેમ ટ્રાફિકની સમસ્યા છે અને પરિણામે ચાલવા માટે જગ્યા નથી. અહીંના લોકો સરેરાશ 4692 સ્ટેપ્સ ચાલે છે અને નવમાં ક્રમે છે.
સૌથી આળસુ લોકોના દેશમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી પાવરફુલ દેશ તરીકે ઓળખાય છે, પરંતુ ત્યાંના લોકોમાં પણ હવે આળશ આવી ગયું છે.