નમસ્કાર વાંચક મિત્રો આજે ભારત સરકાર દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના વિશે વિસ્તૃત માહિતી રજૂ કરીએ છીએ. દેશમાં ગરીબો, ઓછી સુવિધાવાળા તથા અસંગઠિત ક્ષેત્રમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા આપવા માટે વર્ષ-2015-16 ના બજેટમાં Atal Pension Yojana અમલી બનાવી. આ યોજના પહેલાં સ્વાવલંબન યોજનાના નામથી ઓળખાતી હતી.
Atal Pension Yojna (APY) – અટલ પેન્શન યોજના
ભારત સરકાર દ્વારા જન-ધન થી જનસુરક્ષા હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(330), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(12) વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જૂન 2015 થી અટલ પેન્શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક/પોસ્ટ ખાતામાં પ્રીમિયમ જમા કરાવવાનું હોય છે. જેના માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નિયમિત પ્રિમીયમ ભર્યા બાદ 60 વર્ષની ઉંમરે 1000 થી 5000 સુધી પેન્શન મળવાનું ચાલુ થશે.
અટલ પેન્શન યોજના માટે પાત્રતા
ભારત સરકાર દ્વારા Atal Pension Yojana અમલમાં મૂકવામાં આવી અને તેના માટે પાત્રતા નક્કી કરેલ છે.
- આ પેન્શન યોજનાનો લાભ લેવા ભારતીય નાગરિક હોવા જોઈએ.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.
- આવેદન કરનાર લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ. તે બેંક કે પોસ્ટ ખાતામાં આધારકાર્ડ અને મોબાઈલ લિંક હોવો જોઈએ.
- સરકારી પેન્શનવાળા લાભાર્થીઓને અટલ પેંશન યોજનાનો લાભ મળશે નહી.
અટલ પેન્શન યોજનાની મુખ્ય શરતો
- યોજનામાં જોડાનાર લાભાર્થી પાસે Bank અથવા Post વિભાગનું Saving Account હોવું ફરજિયાત છે.
- 18 થી 40 વર્ષના લાભાર્થીની ઉંમરની ખરાઈ માટે જન્મનું પ્રમાણપત્ર અથવા લિવીંગ સર્ટીફિકેટ કે અન્ય ઉંમરના દસ્તાવેજ આપવા જરૂરી છે.
- રોકમ રકમથી પ્રીમિયમના હપ્તા ભરી શકાશે નહીં. માત્ર બચત ખાતામાંથી ડેબિટ કરી હપ્તા ભરી શકાશે.
- લાભાર્થીની ઉંમર અને પેન્શનની રકમને આધારે પ્રીમિયમની રકમ નક્કી થશે.
- Saving Account ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ + પ્રિમીયમની રકમ જેટલું બેલેન્સ રાખવું જરૂરી છે.
- 6 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Frozen થઈ જશે. 12 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું Deactivate થઈ જશે અને 24 માસ સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતુ Closed થઈ જશે.
- ગ્રાહક પેન્શનની રકમ વધારી કે ઘટાડી શકશે. પરંતુ માત્ર જે તે વર્ષના એપ્રિલ માસમાં જ અને વર્ષમાં એક જ વાર કરી શકશે.
- PM Atal Pension Yojana હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના Spouse ને આજીવન લાભાર્થી દ્વારા નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર થશે. અને જો Spouse ના હોય તો નોમિનીને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી દ્વારા અટલ પેંશન યોજના હેઠળ ભરેલ પ્રીમિયમની રકમ ઈન્કમટેક્ષના કાયદા મુજબ કલમ 80-C હેઠળ બાદ મળવાપાત્ર છે.
Atal Pension Yojana Form Pdf
ભારત સરકાર અને જન-સુરક્ષા દ્વારા અટલ પેંશન યોજનાનું ફોર્મ નિયત નમૂનામાં જાહેર કરે છે. જે નીચે લિંક પરથી મેળવી શકાશે.
અટલ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |