Pipeline Sahay Yojana: ગુજરાતના ખેડૂતોને સરકાર આપી રહી છે પાઈપલાઈન સહાય | ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22 હજાર રૂપિયાની સહાય

Pipeline Sahay Yojana:  આ યોજનાના લાભ થી ખેતી કર્ણ ખેડૂતોને મળશે ₹22,500 ની સહાય. જાણો PVC Pipeline Yojana શું છે, કોને કોને લાભ મળશે, લાભ મળશે તો કેટલો મળશે, અરજી કરવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, અરજી કેવી રીતે કરવાની રહે છે અને અરજીની તારીખ. આ યોજનાઓ લાભ ખેડૂતો જ લઇ શકશે. મિત્રો આ સહાય યોજના ખેડૂત મિત્રો ને મોકલી દયો જેથી તેમને આ સહાય યોજનાનો લાભ મળી શકે. આ સહાય ની માહિતી માટે અધૂરું ન વાંચો પૂરું વાંચવા વિંનતી.

Pipeline Sahay Yojana: ગુજરાતના ખેડૂતોને સરકાર આપી રહી છે પાઈપલાઈન સહાય | ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22 હજાર રૂપિયાની સહાય

PVC Pipeline Yojana

હાલ માંજ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો મિત્રો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર water caring pipeline (pvc pipeline) એટલે કે PVC Pipeline Yojana 2023 ની સહાય મુકવામાં આવી છે. જેના થકી ગુજરાત ના ખેડૂતો ને મળી રહે છે ખેતી માટેની કેટલીક સહાયો જેમાં એક છે પીવીસી પાઈપલાઈન યોજના સહાય. આ યોજનાની માહિતી નીચે મુજ આપેલ છે.

કોને કોને કેટલી સહાય મળશે

અનુ.જાતિ ના ખેડૂતો માટે

  • પાઈપલાઈનની ખરીદ કિંમતના કુલ પૈસા ના 75% અથવા ₹22,500/. આ બંને માંથી જે ઓછું હશે એ મળશે.
  • HDPE પાઇપ માટે ₹75/મીટર લેખે
  • PVC પાઇપ માટે ₹52.50/મીટર લેખે
  • HDPE Laminated Woven Flat tube ના પાઇપ માટે ₹30/મીટર લેખે

સામાન્ય ખેડૂતો માટે

  • પાઈપલાઈનની ખરીદ કિંમતના કુલ પૈસા ના 50% અથવા ₹15,000/. આ બંને માંથી જે ઓછું હશે એ મળશે.
  • HDPE પાઇપ માટે ₹50/મીટર લેખે
  • PVC પાઇપ માટે ₹35/મીટર લેખે
  • HDPE Laminated Woven Flat tube ના પાઇપ માટે ₹20/મીટર લેખે
આ સહાય યોજનાના લાભ એનેજ મળશે જે ખેડૂત ખાતેદાર હોય અને તેમના નામ પર જમીન હોય.

કેવી રીતે કરવી અરજી?

અરજી મિત્રો તમારે Online જ કરવાની રહે છે. તમારે આ અરજી કરવા માટે https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને કરવાની રહે છે. ત્યાં તમારે અરજી ફોર્મ ભરવાનું રહે છે. અરજી કરવા માટે નીચે મુજબ માહિતી પ્રમાણે અરજી કરવાની રહે છે.
  • વેબસાઈટ પર જવાનું રહે છે ( https://ikhedut.gujarat.gov.in/ )
  • ત્યાં તમારે યોજનાઓ પર ક્લિક કરવાનું રહે છે
  • ત્યાર બાદ ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો હશે ત્યાં ક્લિક કરવાનું રહે છે
  • ત્યાર બાદ સિંચાઇ સુવિધા માટેના ઘટકો હશે ત્યાં વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરવાનું રહે છે.
  • ત્યાં જ તમારે PVC Pipeline Yojana 2023 ની અરજી કરવાની રહે છે.

અરજી માટેની ખાસ નોંધ

અરજીનું ઓનલાઈન જ ભરવાનું રહે છે. ઉપર તમને કહ્યું તેમ તમારે ફોર્મ ભરવાનું રહે છે. અરજી જો પાસ થશે તો તમારે ડોક્યુમેન્ટ તમને મેસેજ અથવા તો ફોન કરીને તમને કહેવામાં આવશે તમારે ડોક્યુમેન્ટ ક્યાં જમા કરવાના રહે છે. અને તમારે પાઈપલાઈનની ખરીદી પણ અધિકૃત વિકેતા પાસેથી કરવાની રહે છે તે તમનું બધું તેજ જણાવશે.

આ યોજનામાં લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ : 

1. ૭/૧૨ અને ૮-અ ની પ્રામાણિક નકલ
2. આધારકાર્ડની નકલ  
3. રેશનકાર્ડની નકલ 
4. જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે)    
બેંક પાસબુકની નકલ  
મિત્રો તમે પણ આવીજ માહિતી ના સમાચાર સૌથી પહેલા વાંચવા માંગતા હોય તો તમે આમારા Whatsapp Group માં જોઈન થાય શકો છો, જેથી આવીજ માહિતી મળી રહે.
નોંધ:- અમારી website સરકારી સહાય માં યોજનાઓ, સહાયો અને નોકરી ની માહિત આપેલ છે. અમુક માહિતી માં આમરાથી ભૂલથી ખોટી માહિતી અપાય ગઈ હશે તો એની ખાશ નૉંથ લેવાની 

Leave a Comment