PM Kisan 17 Instalments: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ક્યારે જમા થશે

PM Kisan 17 Instalments: ભારત સરકાર દ્વારા અઢળક યોજનાઓ ચલાવે છે. જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આર્થિક અને સાધનરૂપે મદદ કરે છે. જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોના જીવન ધોરણમાં સુધારો આવે છે. ત્યારે આવીજ એક યોજના ખેડૂતો માટે પણ જાહેર કરવામાં આવી છે અને તે યોજનાનુ નામ છે PM Kisan Samman Nidhi Yojana. અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે.

PM Kisan 17 Instalments

અત્યાર સુધી આ યોજનાના કુલ 16 હપ્તા ચૂકવાઈ ગયા છે અને હવે 17 મો હપ્તો આવતા સમયમાં ચૂકવવામાં આવશે. પરંતુ સરકાર દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જેમાં અમુક પ્રકારના ખેડૂતોને PM Kisan Yojana માથી બાદ કરવામાં આવ્યા છે અને જે અંતર્ગત અમુક શરતો પણ પૂર્ણ કરવા પર જ ખેડૂતોને 17 મો હપ્તો ચૂકવવામાં આવશે.

PM Kisan Samman Nidhi Yojana

PM Kisan Samman Nidhi Yojana ભરતના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. તે ખેડૂતોને નાણાકીય સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ચુકવવામાં આવે છે. પણ હવે તમામ ખેડૂતો PM Kisan 17 Instalments નું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને 1 જૂન 2024 સુધી મતદાન થવાનું છે અને ત્યારબાદ 4 જૂનના રોજ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

ક્યારે થશે પીએમ કિસાનનો 17 હપ્તો જમા

PM કિસાન યોજના હેઠળ પાત્ર કિસાનોને 4 માહિનામાં 2000 રૂપિયા મળે છે અને આવા 3 હપ્તા વર્ષ દરમિયાન મળે છે. અને તે એપ્રિલ, જુલાઇ – ઓગસ્ટ, નવેમ્બર – ડિસેમ્બરમાં આવે છે. આ પૈસા ખેડૂતોને સીધા બેન્ક એકાઉન્ટમાં જમા કરવવામાં આવે છે.

PM કિસાન 17મો હપ્તો જૂનના પ્રથમ સપ્તાહ બાદ આપવામાં આવી શકે છે. પરંતુ સરકારે તેની તારીખ નક્કી નથી કરી. PM કિસાનનો 16 મો હપ્તો આ વર્ષના ફેબ્રુઆરીમાં PM દ્વારા રીલીઝ કરવામાં આવ્યો હતો. પણ તમને ખબર છે કે હવે પછીનો 17મો હપ્તો કોને કોને નહીં મળી શકે? આવો જોઈએ આ વિશેની માહિતી.

આ ખેડૂતોને નહીં મળે 17મો હપ્તો

KYC વેરિફિકેશન નથી કરેલું તે ખેડૂતોને 17 હપ્તો નહીં મળે. ઓ તમારે પણ KYC નથી કરેલું હવે કરીલો. PM કિસાનમાં KYC કરવા માટે અહીં ક્લિક કરો અને મેળવો KYC સંબંધિત સંપૂર્ણ માહિતી.

  • જે ખેડૂતોએ હજુ સુધી KYC વેરિફિકેશન નથી કરાવેલી.
  • જેની જમીનનું વેરિફિકેશન નથી થયું.
  • જે પરિવારના સભ્યો કેન્દ્ર / રાજ્ય સરકારના વિભાગો અને પ્રદેશિક કાર્યાલયો / જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે નિવૃત છે તેને મળવા પાત્ર નથી.
  • જે ખેડૂતો ટેક્સ ભરે છે તેમજ તેના પરિવારમાં કોઈ સભ્ય ડોકટર, એંજિનિયર, વકીલ, CA, આર્કિટેક જેવા પ્રમોશનમાં છે તે રજીસ્ટ્રેશન નહીં કરવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Index
Scroll to Top