SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 2000 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2023

SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ભારતીય સ્ટેટ બેંકની વિવિધ બ્રાંચ મા પ્રોબેશનરી ઓફિસર્સ (PO)ની ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. SBI PO નોટિફિકેશન 2023 06મી સપ્ટેમ્બર 2023 ના રોજ SBI PO ઓનલાઇન રજીસ્ટ્રેશન અને પરીક્ષાની તારીખો સાથે બહાર પાડવામાં આવી છે. SBI PO એ બેંકિંગ સેકટરમા સૌથી પ્રખ્યાત નોકરીઓમાંની એક છે અને સમગ્ર ભારતમાં લાખો ઉમેદવારો આ નોકરી માટે અરજી કરતા હોય છે. SBI PO 2023 એપ્લાય ઓનલાઈન લિંક 07મી સપ્ટેમ્બર 2023 થી www.sbi.co.in પર ચાલુ થઇ ગયેલ છે.

SBI Recruitment 2023

SBI Recruitment 2023

ભરતી સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
જગ્યાનુ નામ પ્રોબેશનરી ઓફીસર
અરજી મોડ Online
મહત્વની તારીખો 7-9-2023 થી 27-9-2023
વેબસાઈટ https://sbi.co.in

પ્રોબેશનરી ઓફિસરની ખાલી જગ્યાઓની જાહેરાત

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ SBI PO નોટિફિકેશન 2023 દ્વારા 2000 પ્રોબેશનરી ઓફિસરની ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે જેના માટે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા (પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ) દ્વારા સીલેકશન કરવામા આવનાર છે. SBI PO ભરતી 2023 ની પરીક્ષા સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ નીચે દર્શાવેલ છે:

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 2000 જગ્યાઓ પર ભરતી

SBI PO 2023 ની ખાલી જગ્યા SBI PO નોટિફિકેશન 2023 ની સાથે ડીકલેર કરવામાં આવી છે. વર્ષ 2023-24 માટે, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર્સની કુલ 2000 જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત કરી છે. ચાલો આ વર્ષની SBI PO વેકેન્સી નુ કેટેગરી વાઇઝ ફાળવણુ નીચે મુજબ છે.
કેટેગરી ખાલી જગ્યાઓ
SC 300
ST 150
OBC 540
EWS 200
General 810
Total 200

લાયકાત 

SBI PO ની આ ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવેલ છે. ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ધરાવતા હોવો જોઈએ. જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ આ ભરતીની શરતોને આધીન રહી અરજી કરી શકે છે કે, જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેઓએ ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવાનો હોય છે.

વય મર્યાદા 

  • SBI બેંંકની આ પ્રોબેશનરી ઓફીસર ની ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નક્કી કરવામા આવેલ છે.
  • તા.. 1-4-2023 ની સ્થિતીએ લઘુતમ વય મર્યાદા 21 વર્ષ અને મહતમ વય મર્યાદા 30 વર્ષ નિયત કરવામા આવી છે.

પસંદગી પ્રક્રિયા 

SBI બેંંકની આ પ્રોબેશનરી ઓફીસર ની ભરતી માટે ઓનલાઇન અરજી કરેલા ઉમેદવારોનુ સીલેકશન નીચેની રીતે કરવામા આવનાર છે.
  • પ્રીલીમ પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ગૃપ ડીસ્કશન/ઇન્ટરવ્યુ

પગાર ધોરણ 

આ ભરતીના નોટિફિકેશન મુજબ, પ્રોબેશનરી ઓફિસર (PO)નો પ્રારંભિક મૂળ પગાર 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 ના સ્કેલમાં રૂ. 41,960/- (4 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સાથે) છે. જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I માટે લાગુ રહેશે.
સમયાંતરે અમલમાં આવતા નિયમો અનુસાર અધિકારી D.A, H.R.A/ લીઝ ભાડા, C.C.A, મેડિકલ અને અન્ય ભથ્થાં અને અનુભૂતિઓ માટે પણ પાત્ર હશે. સીટીસી ધોરણે વાર્ષિક કુલ વળતર ઓછામાં ઓછું 8.20 લાખ અને મહત્તમ 13.08 લાખ પોસ્ટિંગના સ્થળ અને અન્ય પરિબળોના આધારે આપવામા આવશે.
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top