Cyclone signal: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ નથી, કારણ કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય એવી હાલની સ્થિતિ મુજબની સંભાવના છે.(Cyclone Signal 1 To 11 PDF)
બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા
બિપરજોયની અસરથી ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ મૂકાયા છે. અત્યાર સુધી ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્લન લગાવાયુ હતુ. ત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આજે રોજ સવારે 10:00 કલાકે મળેલી પોર્ટ ચેતવણી મુજબ કેટલાક બંદર પર 4 નંબર વોર્નિંગ સિગ્નલ લગાવાયું છે. મોરબીના નવલખી બંદર, પોરબંદરના બંદર અને ઓખા બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
Cyclone signal
હાલ વેરાવળ બંદર પર હાલ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ વાવાઝોડાની ભયાવહતા દર્શાવવા માટે 11 જેટલા સાંકેતિક સિગ્નલ માટે કરવામાં આવે છે. NDRF સહિત GISF ના કર્મચારીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડની વેરાવળ ઓફિસના સુરેશ પરમારે જણાવ્યું કે, બંદરો પર લગાવવામાં આવતા જુદા જુદા સિગ્નલના સંકેત અલગ અલગ છે, જેથી સ્થાનિક લોકો તથા માછીમારો તેનાથી એલર્ટ થાય છે. હવામાન વિભાગની માહિતી અનુસાર બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિમી, દ્વારકાથી 530 કિમી, નલિયાથી 610 કિમીના અંતરે છે.
વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 135 પ્રતિ કલાકની રહેશે
હાલ વાવાઝોડુ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરાવર્તિત થયું છે. પરજોય મુંબઇ થી ૫૮૦ પોરબંદર થી 400 દ્વારકા થી 440 અને નલિયા થી 530 કિલોમીટર દુર છે. ૧૫ જુન બપોરે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરથી પસાર થવાની શક્યતા છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના રૂપે જમીન સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડું ટકરાતા સમયે પવનની ગતિ ૧૨૫ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
1 થી 11 નંબરના સિગ્નલ શું સૂચવે છે
- સિગ્નલ નંબર 1 એ વાવાઝોડાને લઈને ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે હવા તોફાની અથવા સપાટાવાળી છે જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે.
- સિગ્નલ નંબર 2 એ વાવાઝોડા અંગે ચેતવણી આપે છે, જેનો અર્થ થાય છે વાવાઝોડું ઉદભવ્યું છે સિગ્નલ એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને ભયનો સામનો કરવો પડશે.
- સિગ્નલ નંબર 3 એ સાવચેતીની ચેતવણી આપે છે, સપાટાવાળા હોવાથી બંદર પર ભય રહ્યો હોવાનો સંકેત દર્શાવે છે.
- સિગ્નલ નંબર 4 એ ચેતવણી આપે છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર ભારે તોફાની હવાનો અનુભવ થઈ શકે છે.
- સિગ્નલ નંબર 5 એ ભયજનક પરિસ્થિતિ સૂચવે છે, જેનો અર્થ થાય છે કે વાવાઝોડા થી બંદર ભયમાં છે, પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કડક પગલાં લેવા જરૂરી છે.
- સિગ્નલ નંબર 6 એ ભયજનક પરિસ્થિતિ દર્શાવે છે પરંતુ તેનો અર્થ થાય છે કે થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર કિનારા તરફ ઓળંગવાની સંભાવનાઓ છે જેથી બંદરે ભારે તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે.
- સિગ્નલ નંબર 7 એ ભયનો સંકેત દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે સાધારણ જોરવાળું વાવાઝોડું બંદરની ઉપરથી પસાર થઈ શકે છે, જેના કારણે બંદર પર ભારે તોફાની હવાઓ અનુભવાય શકે છે.
- સિગ્નલ નંબર 8 એ મહાભયનું સંકેત આપે છે જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાઓનો અનુભવ થઈ શકે છે.
- સિંગલ નંબર 9 દર્શાવે છે કે મહાભયની પરિસ્થિતિ છે, જેનો અર્થ થાય છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ કિનારો ઓળંગી શકે છે, જેથી બંદર પર બહુ જ તોફાની હવાનો અનુભવ થતો હોય છે.
- સિગ્નલ નંબર 10 મહાભયજનક પરિસ્થિતિ દર્શાવે છે જેનો અર્થ છે ભારે ચોરવાળું વાવાઝોડું બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે, જેનાથી બંદરને ભારે તોફાની હવાઓનું અનુભવ થઈ શકે છે.
- સિંગલ નંબર 11 જે ખૂબ જ ભયાવ પરિસ્થિતિ દર્શાવે છે, જેનો અર્થ થાય છે કે તમામ પ્રકાર ના સંદેશા વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે, કોલાબા હવા ચેતવણી કેન્દ્ર સાથેના તાર વ્યવહાર ખોવાઈ ચૂક્યો છે, અને ખરાબ હવામાનનો ભય છે, સિગ્નલ નંબર ત્રણથી 11 દર્શાવે છે કે બંદર અને બંદરના વહાણો ભય છે.
બંદર ઉપરના સિગ્નલ
પ્રથમ નંબરનું સિગ્નલ હોય ત્યારે હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી અને વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે .જ્યારે બે નંબરનું સિગ્નલ વાવાઝોડું થયું છે અને સિગ્નલ નંબર એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે. જ્યારે ત્રણ નંબરનું સિગ્નલ એવું બતાવે છે કે સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે. આ સિગ્નલ ઊંધા ત્રિકોણ પ્રકારનું હોય છે. ચાર નંબરનું સિગ્નલ વાવાઝોડા થી બંદર ભયમાં છે. જ્યારે પાંચ નંબરનું સિગ્નલ જેમાં થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે. જેથી બંદર ઉપર ભારે હવા આવવાનો સંભવ છે. આ સિગ્નલમાં રાત્રે ત્રણમાંથી નીચેની એક લાલ લાઈટ હોય છે.
સમયની સંકેત નિશાની
પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિ સમયની સંકેત નિશાનીઓ જેને બંદર સિગ્નલ કહેવામાં આવે છે. તે 1 થી 11 સુધી હોય છે. વાવાઝોડા સમયે બંદર ઉપરથી થતી સાયરેન નિશાનીઓના આધારે માછીમારો તેમજ દરિયા કાંઠે રહેતા લોકોને સાવધાન કરવામાં આવે છે. હાલ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ વાવાઝોડું આવી શકે છે. જેને લઇને બંદર પર અલગ અલગ સિગ્નલ્સ હવામાન જોઇને બહાર પાડવામાં આવી રહ્યા છે.
વાવાઝોડા ના ભયસૂચક 1 થી 11 Signal નો અર્થ PDF
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |