GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી 2024, GSSSB ભરતી 2024

GSSSB Recruitment 2024: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત. જુનિયર ક્લાર્ક (Junior Clerk), હેડ ક્લાર્ક (Head Clerk), ઓફિસ આસિસ્ટન્ટ (Office Assistant) સિનિયર ક્લાર્ક (Senior Clerk) સહિત આશરે 22 કેડરમાં ભરતી સારું થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024 સુધી ભરી શકાશે ફોર્મ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોમાં ખુશીની લહેર પ્રસરી.

GSSSB Recruitment 2024

સંસ્થાનું નામગૌણ સેવા પસંદગી મંડળ GSSSB
કુલ જગ્યાઓ4300
છેલ્લી તારીખ4 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024
અરજી ફી400 થી 500 રૂપિયા
વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB ભરતી 2024

સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. જી હાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા (GSSSB) તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે.

મહત્વની છેલ્લી તારીખ

તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી શકાશે ફોર્મ. રાત સુધીમાં વેબસાઈટ ઉપર મુકાઈ જશે જાહેરાત અને આવતીકાલ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

4 જાન્યુઆરી રોજ ના તમામ અખબારોમાં પ્રસિદ્ધ થશે જાહેરાત, રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો.

111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી

તો બીજી તરફ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી, ઓજસ નવી ભરતી 2024

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.inવેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ
  • “Online Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે
  • જાહેરાતના સંવર્ગના નામ પર click કરી Apply પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
  • જયારે “Apply now” પર click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક
  • કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
  • Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
  • ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  • હવે “save” પર click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type
  • કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.)

Leave a Comment