Health Treasure Hidden in Lentils: આ દાળમાં છુપાયેલ છે સ્વાસ્થ્યનો ખજાનો, લોહીની કમીને દૂર કરે છે

Health Treasure Hidden in Lentils: દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઇટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઇફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, દાળમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઇસિમિક ઇન્ડેક્સ ઓછું હોય છે તેથી ડાયાબિટીસના રોગીઓ માટે પણ દાળ ફાયદાકારક છે.

Health Treasure Hidden in Lentils

ભારતના લગભગ દરેક ઘરમાં દિવસમાં એકવાર દાળ જરુરી બને છે. દાળ અને ભાત સૌથી સરળ ભોજન છે. દાળમાં પ્રોટીન, વિટામિન અને જરુરી મિનરલ્સ મળી રહે છે, જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે પણ વધુ માત્રામાં દાળ ખાવી એ Health માટે નુકશાનકારક પણ હોય શકે છે. અમુક દાળ એવી પણ છે કે, જે વધુ માત્રામાં ખાવામાં આવે તો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. ડાયટિશન ડૉ. અનુ અગ્રવાલ પાસેથી દાળના ફાયદા અને નુકશાન વિશે જાણીએ.

દાળમાં છુપાયેલ છે સ્વાસ્થ્યનો ખજાનો

દાળમાં અનેક પ્રકારના જુદા-જુદા પોષકતત્ત્વો મળી રહે છે. તેમાં જરુરી માત્રામાં ફાઈબર હોવાના કારણે તે પેટ માટે ખૂબ જ લાભદાયી છે. કબજિયાત અને એસિડિટીની તકલીફમાં પણ દાળ ખૂબ જ લાભદાયી છે. દાળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડપ્રેશર લેવલ સામાન્ય રહે છે. જો કે, દાળ તો અનેક પ્રકારની છે પણ તેમાંથી અમુક જ દાળ લોકોને પસંદ આવે છે. તેની પાછળ ઢગલાબંધ કારણ હોય શકે છે. ચાલો જાણીએ કઈ દાળ તમારા માટે વધુ ફાયદાકારક છે?

પેટ માટે સૌથી શ્રેષ્ઠ દાળ એટલે અડદની દાળ

આ દાળને ‘દાળની રાણી’ કહેવામાં આવે છે. તે શરીરને તંદુરસ્ત જ નથી રાખતી પરંતુ, સાથે જ શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને પણ દૂર કરે છે. આ દાળમાં પ્રોટિન, પોટેશિયમ, સોડિમ, વિટામિન-A, વિટામિન B-12, કાર્બોહાઈડ્રેટ જેવા પોષકતત્ત્વો હોય છે.

  • અળદની કાચી દાળને પાણીમાં પીસીને પીવાથી ભાંગનો નશો ઉતારવામાં મદદ મળી રહે છે.
  • જો તમારા શરીરના ઘા સૂકાઈ રહ્યા નથી તો તમે અળદની દાળને પીસીને તે ઘા પર લગાવી ફરતે પાંદડું વીંટી દો તો રાહત મળે.
  • અડદની દાળ ખાવાથી પેશાબમાં થતી બળતરા અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે.
  • આ દાળનું સેવન શરીરમાં આયર્નની માત્રા વધારવા માટે પણ કરવામાં આવે છે.
  • ચહેરાને સુધારવા માટે અડદની દાળનું સેવન પણ કરી શકાય છે.

દરરોજ અડદની દાળ ખાવી ફાયદાકારક કે નુકશાનકારક

ડાયટિશન અનુ અગ્રવાલના જણાવ્યા મુજબ દાળ એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી Health બગડી શકે છે. જાણો દરરોજ અડદની દાળ ખાવાના ફાયદા અને ગેરફાયદા.

અડદની દાળ ખાવાના ફાયદા

પેટ ભરેલું રહે છે- દાળ ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને શરીરમાં ભરપૂર ઉર્જા પણ રહે છે. તે પ્રોટીન અને આયર્નની ઉણપને પૂરી કરે છે.

પચવામાં સરળ છે- તેમાં ડાયેટરી ફાઇબર્સ જોવા મળે છે. જો તમને પેટમાં ઝાડા કે અપચા જેવી સમસ્યાઓ હોય તો ફક્ત અડદની દાળનું જ સેવન કરો. કબજિયાતની સમસ્યાથી બચવા માટે પણ અડદની દાળનું સેવન કરવું જોઈએ.

હૃદય માટે લાભદાયી- હૃદયની તંદુરસ્તીનું ધ્યાન રાખવા માટે દરરોજ અડદની દાળનું સેવન કરો. તેમાં હાજર ફોલેટ અને મેગ્નેશિયમ હૃદયના Health માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે, જેથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછુ રહે છે.

અડદની દાળ ખાવાના ગેરફાયદા

  • જો તમે રોજ અડદની દાળનું સેવન કરો છો, તો તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે.
  • દરરોજ દાળનું સેવન કરવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જો તમે રોજ દાળનું સેવન કરશો તો પેટમાં ગેસ થઈ શકે છે. તેમાં ઓક્સલેટની માત્રા વધુ હોય છે, જે કિડની માટે હાનિકારક છે. તેનાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે.
  • દાળમાં પ્યુરિનનું પ્રમાણ વધારે હોય છે. સંધિવાના દર્દીઓએ દરરોજ દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
  • જેમને થાઇરોઇડ છે, તેમને પણ ડોક્ટરો દરરોજ દાળનું સેવન કરવાની સલાહ આપતા નથી.
  • રાત્રે દાળનું સેવન કરવાથી અપચાની સમસ્યા થઈ શકે છે.

મગની દાળ

આ દાળ ખાવામાં એકદમ હલ્કી હોય છે એટલે તે એકદમ સરળતાથી પચી જાય છે. ડૉક્ટર દર્દીઓને મોટાભાગે દર્દીઓને મગની દાળની ખીચડી ખાવાની સલાહ આપે છે. તે પાચનને સુધારવાની સાથે પેટને હળવું પણ રાખે છે.

  • મગની દાળ શરીરમાં ફાઇબર, આયર્ન અને પ્રોટીનની માત્રા વધારવામાં મદદ કરે છે, તેથી સગર્ભા સ્ત્રીઓને આ દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે.
  • મગની દાળ ખાવાથી શરીરમાં જમા વધારાના કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો થાય છે.

ચણાની દાળ

આ દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે જ ભરપૂર ઉર્જા પણ આપે છે. બાળકો અને યુવાનોએ ખાસ કરીને ચણાની દાળનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં પ્રોટીનની કમી દૂર થાય છે.

  • ડાયાબિટીસ અને હૃદયની બીમારીથી પીડાતા દર્દીઓ માટે ચણાની દાળ ફાયદાકારક છે. તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે.
  • એનિમિયા, કમળો, કબજિયાત જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા લોકો માટે પણ ચણાની દાળનું સેવન ફાયદાકારક છે.

મસૂરની દાળ

લાલ રંગની મસૂરની દાળ ફાઇબર અને પ્રોટીનના ખજાનાથી કમ નથી. આ દાળના સેવનથી પેટ અને પાચનના તમામ રોગો દૂર કરવામાં મદદ મળે છે.

  • મસૂરની દાળનો સૂપ પીવાથી ગળા અને આંતરડાની બીમારીઓ દૂર થાય છે.
  • જો શરીરમાં લોહીની કમી હોય તો મસૂરની દાળ પીવાથી ફાયદો થાય છે.

વજન પ્રમાણે દાળનું સેવન

જો વજન 50 કિલો હોય તો તમે અડદની દાળ સહિત 45થી 50 ગ્રામ પ્રોટીનનું સેવન કરી શકો છો. દાળની એક વાટકીની વાત કરીએ તો તેમાં લગભગ 10 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. જો તમે પણ પ્રોટીનથી ભરપૂર અન્ય વસ્તુઓનું સેવન કરતા હોવ તો રોજ અડદની દાળનું સેવન ન કરો. આ સાથે જ જો તમારા આહારમાં પ્રોટીનનો એક જ સ્ત્રોત એટલે કે મસૂરની દાળનો સમાવેશ થતો હોય તો તમે રોજ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરી શકો છો.

Leave a Comment