Pashupalan Yojana Form 2024: શું તમને ખબર છે ગુજરાત I Khedut Portal પર પશુપાલન યોજના ફોર્મ, ભરી શકાય છે. પશુ ખાણદાણ સહાય યોજના 2024, (pashupalan yojana gujarat) આ પોસ્ટમાં આપણે જાણીશું પશુપાલન યોજના ફોર્મ વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજના ઓના શું શું લાભ છે? ગાય યોજના ફોર્મ 2024 ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું. મફત 250 કિલોગ્રામ પશુ ખાણદાણ સહાય, ગાય યોજના ફોર્મ 2024
સરકાર પશુઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તેનો લાભ કેવી રીતે મેળવવો કેટલી યોજનાઓ ચાલુ છે અને કઈ યોજનામાં શું લાભ મળશે આ તમામ પ્રકારની માહિતી આપણે આજે આ પોસ્ટ મેળવીશું…
આ તમામ યોજના લાભ મેળવવા માટે તમે I-Khedut વેબસાઈટ પર અરજી કરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો…
Pashupalan Yojana Form 2024 – પશુપાલન યોજના ફોર્મ 2024, આઈ ખેડૂત પશુપાલન યોજના
યોજના (1) :- 12 દુધાળા પશુ યોજના ( કેટલ શેડ યોજના )
યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે
રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૨-૨૩ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
પોતાની માલિકીની અથવા લીઝ પર જમીન મેળવેલ હોવી જોઇએ. બાંધકામ અને સાધનો નિર્ધારિત સરતો પર ખરીદ્યા જોઈએ.
યોજના નો લાભ કઈ રીતે મેળવી શકાય
12 દુધાળા પશુ યોજના નો લાભ મેળવવા માટે સૌ
પ્રથમ 12 પશુ ની ખરીદી કરવાની રહેશે ત્યાર બાદ પશુઓના વિમા લેવાં ના રહેશે અને ત્યાર બાદ ડેરી ફાર્મ નું બાંધકામ કરી I-Khedut પર જઈ સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના ઘટક માં અરજી કરવાની રહેશે, ગાય યોજના ફોર્મ 2024 અરજી મંજૂર થયા બાદ તે યોજના ને લગતા કર્મચારી તપાસણી કરવા તમારા ડેરી ફાર્મ પર આવશે ત્યાબાદ પશુ, ટેગ તથા અરજદાર સાથે ફોટા પાડી તેની પ્રિન્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ તેને લગતી ઓફિસ પર સમયસર જમા કરાવવાના રહેશે.
યોજનાનું નામ | પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય |
યોજનાનો ઉદ્દેશ | રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
એપ્લિકેશનનું માધ્યમ | Online |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
યોજનાનો લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાકાર્ડ
- બેંક પાસબુક
- ઉતારા
- લોન મંજૂરી આદેશ ક્રમાંક
- પશુ વિમા ના ડોક્યુમેન્ટ
- રેશન કાર્ડની નકલ
- ટેગ નંબર અને ટેગ તથા પશુ સાથે નો ફોટો
ખાણદાણ યોજના પશુપાલન યોજના ફોર્મ 2024
યોજના (2) :- ખાણદાણ યોજના
યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે
- લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
- પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
- પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
- લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
- પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
- I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
- I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
ખાણદાણ યોજના મળવા પાત્ર લાભો – આઈ ખેડૂત પશુપાલન યોજના 2024
ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને ikhedut portal 20212 ની આ યોજનાનો લાભ મળશે.આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ-અલગ છે. જ્ઞાતિઓ વાઈઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે.
પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ 100 % લેખે સહાય આપવામાં આવે છે.
વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ 1 (એક) જ વખત સહાય મળવા પાત્ર રહેશે.
પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
ખાણદાણ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
પશુપાલનની યોજનાનો પશુપાલકોને લાભ આપવામાં આવે છે. પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે.
ખાણદાણ યોજનાનો લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
- કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
- છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
દેશી ગાય સહાય યોજના – ગાય યોજના ફોર્મ 2024
દેશી ગાય સહાય યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે
- લાભાર્થી ખેડૂત આઈડેંટીફિકેશન ટેગ સહિતની દેશી ગાય ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, મોટા ,સીમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- દરેક જ્ઞાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
- જંગલ વિસ્તારમાં વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હોવો જોઇએ.
- Organic Farming કરતા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.
- તાલીમ બાદ તૈયાર થયેલ માસ્ટર ટ્રેનર દ્વારા શરતો પૂર્ણ કરતા હોય તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
- આ યોજના હેઠળ એક ખાતા નમૂના નંબર 8-અ મુજબ એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.
- લાભાર્થી ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હોવી જોઈએ.
દેશી ગાય સહાય યોજના હેઠળ માળવા પાત્ર લાભો
- Gay Sahay Yojana 2022 હેઠળ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા પશુપાલકોને સહાય આપવામાં આવશે.
- ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900/-ની સહાય આપવામાં આવે છે. આ સહાય વાર્ષિક રૂપિયા.10800/- ની મર્યાદામાં આપવામાં આવશે.
- આ યોજના હેઠળ અરજી મંજુરી તારીખથી જે તે ત્રિમાસિકના ઉપલબ્ધ સમયગાળા માટે માસિક રૂ.900 લેખે નિભાવ ખર્ચ ચૂકવાશે.
- દર ત્રણ માસે ગાયના ટેગ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
- લાભાર્થી પ્રાકૃતિક કૃષિ કરે છે તે મુજબનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જેના આધારે ત્રિમાસિક સહાય મળશે.
- જે લાભાર્થીઓએ દેશી ગાય સહાય મેળવેલ હોય અને પ્રાકૃતિક કૃષિ ન કરતા માલૂમ પડે તો આગળના ત્રિમાસિક સહાય બંધ કરવામાં આવશે.
દેશી ગાય સહાય યોજનાનો લાભ કેવી રીતે મેળવવો
દેશી ગાય સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો ikhedut portal પરથી Online Application કરવાની રહેશે. આ સહાય માટે ખેડૂતો નજીકના CSC સેન્ટર પરથી, પોતાના ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતોઘરે બેઠા જાતે પણ Online Application કરી શકે છે.
પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય નો હેતુ
ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
દેશી ગાય સહાય યોજનાનો લાભ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ
- 8A ,7/12 ના ઉતારા
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત એસ.ટી અને એસ.સી હોય તો સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડની નકલ
- દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર
- દેશી ગાયને ટેગ લગાવેલ હોવું જોઈએ.
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની માહિતી
- બેંક ખાતાની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી વિગતો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
I Khedut પોર્ટલ | અહીં ક્લિક કરો |
---|---|
હોમપેજ | અહીં ક્લિક કરો |