Gujarat Farmer Free Smartphone Yojana: શું તમારે પણ મોબાઈલ ખરીદવો છે તો સરકાર આપશે સહાય જુઓ સંપૂર્ણ માહિતી અહીંથી, Farmer Free Smartphone Scheme, ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2024) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.
Gujarat Farmer Free Smartphone Yojana
યોજનાનું નામ | ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024 |
---|---|
ઉદ્દેશ્ય | ગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના ખેડૂતો |
મળવાપાત્ર સહાય | મોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે. |
કેટલીવાર સહાય મળવાપાત્ર થશે | આજીવન એક વખત |
ફોર્મ ભરવાની તારીખ | 31 જૂન 2024 |
વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
મોબાઇલ સહાય યોજના ગુજરાત 2024 ની છેલ્લી તારીખ 31 જૂન 2024 છે. IKhedut પોર્ટલ પર 18/06/2024 ના રોજ સવારે 10.30 વાગ્યે ઓનલાઇન અરજી શરૂ થશે.
ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા
- જે ગુજરાતનો ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
- ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
- જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
- જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
- મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ
- જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
- સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
- ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
- 8-અ ની નકલ
- ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
- બેંક ખાતાના પાસબુકની નકલ
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો
- જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
- ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
- જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
- અને જેતે સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે
- સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.
કોણ સહાય મેળવી શકે?
Smartphone Scheme 2024 ફોર્મ ભરવા માટેની લિંક | અહીં ક્લિક કરો |
---|---|
હોમ પેજ | અહીં ક્લિક કરો |