ગુજરાતનો ઇતિહાસ 1957નો વિપ્લવ બ્રિટિશ તાજનો વહીવટ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ History of Gujarat 1957 Revolt British Crown Rule Freedom Struggle in Gujarat Kheda Satyagraha Borsad Satyagraha
1957નો વિપ્લવ
- કેટલાંક વરસોથી વિવિધ કારણોને લીધે ગુજરાતમાં પણ અંગ્રેજ શાસન પ્રત્યે લોકોને રોષ વધ્યો હતો. ગુજરાતમાં વિપ્લવની શરૂઆત અમદાવાદ સ્થિત લશ્કરની ૭મી ટુકડીએ જૂન,૧૮૫૭માં કરી. તેમની યોજના અમદાવાદ કબજે કરી વડોદરા ઉપર ચડાઈ કરવાની હતી. પરંતુ તેમને દબાવી દેવામાં આવ્યા.
- જુલાઈમાં પંચમહાલમાં ગોધરા, દાહોદ અને ઝાલોદમાં ભીલ, કોળી તથા નાયક જાતિઓની મદદથી સરકારી કચેરીઓ બજે કરવામાં આવી. પરંતુ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટે તેમને હરાવીને ત્રાસ ગુજાર્યો.
- આ દરમિયાન ખેરાળુ, પાટણ, ભીલોડા, વિજાપુર વગેરે સ્થળોએ જાગીરદારોએ ધારાણા, કોળી, ઠાકરડા વગેરેની મદદથી બળવા કર્યા. આણંદના મુખી ગરબડદાસ પટેલ અને તેમના સાથીઓએ મહીકાંઠા તથા ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો ફર્યો.
- મુડેટીના ઠાકોર સૂરજમલે ઈડરના રાજા સામે બળવો પોકાર્યો.
- નાંદોદ-રાજપીપળાના સિપાઈઓએ આરબ, મકરાણી, સિંધી સૈનિકોનો સાથ મેળવી રાજા સામે બળવો કર્યો, પરંતુ રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટે તેમને હરાવ્યા.
- ઓખાના વાઘેરોએ અંગ્રેજોને ખૂબ હંફાવ્યા. જૂન, ૧૮૫૮ સુધીમાં સરકારે ગુજરાતની પ્રજાને સંપૂર્ણપણે નિઃશસ્ત્ર કરી લીધી. → તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી છોટાઉદેપુર કબજે કર્યું, પરંતુ બ્રિટિશ લશ્કર તાત્કાલિક ગોઠવી દેવામા આવ્યું અને તેમણે પંચમહાલ તરફ નાસી જવું પડ્યું.
ગુજરાતનો ઇતિહાસ
બ્રિટિશ તાજનો વહીવટ
- બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ૧૮૫૮માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. મુંબઈ ઇલાકાનો વહીવટ ગવર્નર- કાઉન્સિલ મારફતે કરવામાં આવતો હતો.
- બ્રિટિશ સરકારે ૧૮૬૦માં આવકવેરો શરૂ કર્યો. તેની સામે સુરતના ૨૦૦૦થી વધુ વેપારીઓએ અને વસઈના લોકોએ હડતાળ પાડી, ધરપકડ વહોરી તથા જેલની સજા ભોગવીને વિરોધી આંદોલન ચલાવ્યું હતું.
- ૧૮૬૧માં અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર એની સારી-નરસી અસરો થઈ હતી. સરકારે ૧૮૭૮માં લાઇસન્સ ટૅક્સ નામનો નવો કર નાખ્યો. સુરતમાં તેની વિરુદ્ધ આંદોલન થયું. વેપારીઓએ પાંચ દિવસ હડતાલ પાડી. સરકારે દમન નીતિ આચરી, ગોળીબાર કર્યા તેમાં ત્રણ જણા માર્યા ગયા અને કેટલાક ઘવાયા. લોકોએ ધરપકડ વહોરી અને જેલની સજા ભોગવી.
- બ્રિટિશ સરકાર દ્વારા ૧૮૩૪માં અમદાવાદમાં અને તે પછી સુરત, ભરૂચ, ખેડા, નડિયાદ વગેરે નગરોમાં સુધરાઈઓ શરૂ કરવામાં આવી. ૧૮૭૯ પછીનાં વરસોમાં કેળવણી સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો.
ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ
- ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં શરૂ થઈ. કવિ નર્મદ ગુજરાતમાં દેશભક્તિની જયોત જગાવી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘સ્વતંત્રતા’ના અખબારે દેશભક્તિનો પ્રચાર કર્યો.
- દાદાભાઈ નવરોજીએ મુંબઈ અને ગુજરાતમાં આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગત કરી. ૬ ૧૮૭૧માં સુરત તથા ભરૂચમાં અને ૧૮૭૨માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ૧૮૮૨માં ડૉ. હરિ હર્ષદ ધ્રુવ અને ઊતભાઈ પરભુદાસે પ્રજાહિતવર્ધક સભા’ સ્થાપી. ૧૮૮૪માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણભાઈ નીલકંઠ, ડૉ. બેન્જામિન,
- હરિલાલ દેસાઈભાઈ તથા વકીલ ગોવિંદરાવ પાટીલ હતા. ✓✓ ગુજરાતમાં સ્વદેશીનો પ્રચાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયો. ૧૮૭૬માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જાભાઈ વગેરે હતા.
- ૧૮૮૫ના ડિસેમ્બરમાં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો. મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં મળ્યું. તેમાં સુરતના ૯, અમદાવાદના ૩, વીરમગામના ૧ તથા મુંબઈના ૧૮માંથી મોટાભાગના પ્રતિનિધિઓ ગુજરાતી હતા. કોંગ્રેસમાં આગેવાન ગુજરાતીઓ દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડૉ, હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ વગેરે હતા.
- ૧૯૦૨માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું તે ગુજરાત સભાને આભારી હતું. તેની સ્વાગત સમિતિના પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશને અમદાવાદની જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો, ૦ ૧૯૦૩માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી દ્વારા સ્વદેશીને વેગ આપવામાં આવ્યો. બંગાળમાં ૧૯૦૫માં સ્વદેશીની ચળવળ શરૂ થયા બાદ ‘સ્વદેશી મિત્રમંડળ’ સ્થાપવામાં આવ્યું. તેણે ‘સ્વદેશી કીર્તનસંગ્રહ’ પ્રગટ કર્યો.
- ૧૯૦૬ માં અમદાવાદમાં ગાંધી માર્ગ પરના એક મકાનમાં સ્વદેશીની ચળવળ અંગે ભરાયેલી સભામાં,આશરે ૫૦ વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તેમાં પ્રથમવાર ‘વંદે માતરમ્’ ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. તે સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ આ ચળવળમાં બંગાળીઓના જુસ્સાની પ્રશંસા કરી.
- ૧૯૦૯માં સ્વદેશી મિત્રમંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો. તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા.
- ૧૯૦૭માં સુરતમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ત્રિભોવનદાસ માળવી સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમાં વડોદરાના પ્રોફેસર ટી.કે. ગુજ્જરે મવાળ અને જહાલ જૂથ એક થાય તે માટે પ્રયાસો કર્યા હતા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કૉલેજના પ્રોલેસર અરવિંદ ઘોષ પાસેથી મળી.
- આ સમયે કચ્છી-ગુજરાતી શ્યામજી કૃષ્ણવર્માએ ૧૯૦૫માં લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’નામનું માસિક શરૂ કરીને તથા ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપીને ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિનો પ્રચાર કરવા માંડ્યો. લીંબડીના સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા પણ પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરતાં હતાં.
- ખેડા જિલ્લાના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે બંગાળી પુસ્તક’મુક્તિ કીન પચેર’નો ગુજરાતીમાં અનુવાદ કરી ‘વનસ્પતિની દવાઓ’, ‘યદુકુળનો ઇતિહાસ વગેરે નામે પ્રકટ કરી. તેમાં બૉમ્બ બનાવવાની રીતો વર્ણવી.
- કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડયા અને વકીલ પૂંજાભાઈ ભટ્ટ, વલભીપુરના બેચરદાસ પંડિત,મકનજી દેસાઈ, કૃપાશંકર પંડિત વગેરે આ પ્રવૃત્તિમાં સક્રિય હતા.
- ૧૩નવેમ્બર, ૧૯૦૯ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરૉય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. તેમાં બેઠેલાં લૉર્ડ અને લેડી મિન્ટો બગી ગયા, પરંતુ પાછળથી થયેલા બૉમ્બના ધડાકાથી એક સફાઈ કામદાર મરણ પામ્યો. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓને પકડવામાં સરકારને નિષ્ફળતા મળી.
- અમદાવાદમાં થિયોસૉફિસ્ટ મગનભાઈ ચતુરભાઈ પટેલે ઑક્ટોબર, ૧૯૧૬માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા સ્થાપી. નડિયાદ, સુરત, ઉમરેઠ, ભરૂચ, ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલ લીગની શાખાઓ સ્થાપવામાં
- આવી. ખેડા જિલ્લામાં હોમરૂલ લીગની ૮૯ શાખાઓ સ્થપાઈ હતી. અમદાવાદની આસપાસના ગામોમાં હોમરૂલ (સ્વરાજ)નો પ્રચાર કરવા સભાઓ યોજવામાં આવી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઈથી ‘બૉમ્બે કૉનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નિમૅન, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી વગેરે નેતાઓ ગુજરાતનાં શહેરોમાં જઈને ભાષણો કરતા. એની બેસન્ટે ફેબ્રુઆરી-માર્ચ, ૧૯૧૮માં ગુજરાતનો પ્રવાસ ખેડી ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, શંકરલાલ બૅન્કર,મનસુખરામ માસ્તર, રતનજી શેઠ વગેરે ગુજરાતીઓ હોમરૂલ લીગના અગ્રણીઓ હતા. આ ચળવળ દરમિયાન ગુજરાતના લોકોમાં રાજકીય જાગૃતિ આવી.
- ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત આવ્યા અને ૧૯૧૫ના મેની ૨૫મીએ અમદાવાદમાં કોચરબમાં બૅરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. વિરમગામ જંકશને જકાત વગેરેની તપાસમાં મુસાફરોને ત્રાસ વેઠવો પડતો. ગાંધીજીએ તે અંગે સરકારને લખ્યું. વાઇસરૉય ચેમ્સફર્ડને વિરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી અંગે વાત કરી. સરકારે એ જકાત રદ કરી.
- આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. અમદાવાદના મિલમાલિકોને ઘણો નફો થતો હતો. વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધી હતી. તેથી મિલમજૂરોએ ૩૫ ટકા પગાર વધારાની માગણી કરી. મિલમાલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. માલિકોએ તેનો અસ્વીકાર કરતાં ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળિયા મજૂરોની સભા રોજ ભરાતી. તેમાં ગાંધીજી મૂજરોને તેમણે લીધેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા.
- એકવીસ દિવસ ચાલેલી આ હડતાળ દરમિયાન મજૂરો ડગવા લાગ્યા, તેથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા.છેવટે આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને હડતાળ છુટી ગાંધીજીને ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. પંચના ચુકાદા મુજબ મજૂરોને ૩૫ ટકાનો પગારવધારો મળ્યો. હડતાળ શહેરમાં શાંતિ જળવાઈ રહી. આ ‘ધર્મયુદ્ધ’માંથી મજૂરો અને માલિકોએ પંચ દ્વારા ઝઘડાનો નિકાલ કરવાની પ્રેરણા મેળવી અને ૧૯૨૦માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ.
ખેડા સત્યાગ્રહ
- ઇ.સ.૧૯૧૭મા ગુજરાતના ખેડા જિલ્લામાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતો દેવાદાર બન્યા. આવા સંજોગોમાં સરકારનું મહેસૂલ ભરવાના પૈસા તેમની પાસે ન હતા પણ અંગ્રેજ સરકાર કશું જ સાંભળવા તૈયાર ન હતી. ગાંધીજી અને વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સત્યાગ્રહ કરવા તૈયાર થયા. સરકારે તેમના ઊભા પાક જમ કર્યા. આમ છતાં મોહનલાલ પંડ્યા જેવી વ્યક્તિઓએ ગાંધીજીની સંમતિ અને પ્રેરણાથી જપ્ત કરાયેલાં ખેતરોમાંથી ડુંગળીનો તૈયાર થયેલો પાક કાપી લીધો. તેમના આ કાર્યથી તેમને ૧૫ દિવસ જેલની સજા થઈ. પણ આ ઘટનાએ લોકોનો જુસ્સો વધારી દીધી. આ કાર્યથી મોહનલાલ પંડ્યાને લોકોએ ‘ડુંગળી ચોર’નું બિન આપ્યું. ગામેગામ લોકોએ મહેસૂલ ભરવાની ના પાડી દીધી. સરકારના જુલમો સહન કરવા લોકો જાતે જ આગળ આવવા લાગ્યા. ખેડા જિલ્લાની જેલો આ નિર્દોષ ખેડૂતોથી ભરાવા લાગી. કોઈ પણ સંજોગોમાં ખેડૂતો નમતું જોખવા માગતા ન હતા. મહેસૂલ માફ કરવા માટે દરેક ગામમાંથી ઠરાવો કરીને સરકારને મોકલવામાં આવતા હતા. આ લોકો પર સરકારના જુલમોની કંઈ જ અસર થઈ નહિ. આખરે સમૃદ્ધ પાર ખેડૂતો મહેસૂલ ભરે અને ગરીબ ખેડૂતોનું મહેસૂલ માફ કરવા અંગ્રેજ સરકાર તૈયાર થઈ. લોકોનાં દૃઢ મનોબળ આગળ સરકારે ઝૂકવું પડ્યું. સત્યાગ્રહ સફળ રહ્યો. ગુજરાતના ઈતિહાસમાં આ ઘટના ‘ખેડા સત્યાગ્રહ’ તરીકે સોનેરી અક્ષરે મઢાઈ ગઈ છે. આ સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલની ઓળખ થઈ.
બોરસદ સત્યાગ્રહ
ઈ.સ. ૧૯૨૩માં બોરસદ તાલુકામાં બહારવટિયાઓનો ત્રાસ વધી ગયો હતો. તેથી તેમને પકડવા માટે અંગ્રેજ સરકારે એક વર્ષ માટે વધારાની પોલીસ રાખવાનું ઠરાવ્યુ.આ પોલીસ રાખવાનો ખર્ચ અઢી લાખ રૂપિયાનો હતો. વધારાના આ ખર્ચને સરકાર બોરસદ તાલુકાનાં બધાં જ તેમજ આણંદ તાલુકાનાં કેટલાક ગામો પર વેરા રૂપે નાખ્યો. ૧૮ વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિ દીઠ અઢી રૂપિયાનો કર લેવાનું ઠરાવ્યું. પ્રજાને આ કર ખૂબ જ અન્યાયી લાગ્યાં. લોકોએ વલ્લભભાઈ પટેલને ફરિયાદ કરી. વલ્લભભાઈએ ૨૦ સ્વયંસેવકો તાલુકામાં ગોઠવી દીધા. બોરસદ તાલુકા પરિષદમાં દંડ ન ભરવાનો લોકોએ ઠરાવ કર્યો. વલ્લભભાઈએ જાહેર ભાષણોમાં સરકારની કડક શબ્દોમાં ટીકા કરી. લોકોએ દંડ ન ભર્યો અને મક્કમ રહ્યા. સ્વયંસેવકો રાત – દિવસ ચોકી કરતા. ગામેગામ સંગઠનો થયાં. સ્વયંસેવકો નગારાં લઈને ઝાડ પર બેસતા અને વેરો ઉઘરાવવા આવતા અમલદાર દેખાય તો તરત નગારાં વગાડતાં. ટપોટપ ગામનાં ઘરોને તાળાં લાગી જતાં. બંધ ઘર જોઈને અમલદારો વીલે મોઢે પાછા જતાં. દિવસે બજાર બંધ રાખી લોકેએ રાત્રે પેટ્રોમેક્સ સળગાવી બજાર ખુલ્લું રાખવાનું ચાલુ રાખ્યું. આમ, દંડ ન ભરવાનો સત્યાગ્રહ ચાલ્યો. છેવટે અંગ્રેજ ગવર્નર તાલુકાની સ્થિતિ જાણી સત્યાગ્રહના ૩૮મા દિવસે મુંબઇ પ્રાંતના ગૃહમંત્રીએ તે વેરો રદ કર્યો.