Indian Coast Guard Bharti 2023: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાત્રિકની કુલ 350 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. Indian Coast Guard ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તમામ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.
Indian Coast Guard Bharti 2023
ભરતી સંસ્થા | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ |
પોસ્ટ નામ | નાવિક અને યાંત્રિક |
કુલ જગ્યા | 350 |
છેલ્લી તારીખ | 22-09-2023 |
વેબસાઈટ | joinindiancoastguard.cdac.in |
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023
જે મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી તે જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકિયા વગેરે નીચે મુજબ છે.
ભારતીય તટરક્ષક દળ માં 350 જગ્યાઓ પર ભરતી
Indian Coast Guard Bharti માં ટોટલ 350 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેમજ પોસ્ટની વાત કરીયે તો નાવિક (જનરલ ડ્યુટી) 260, નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) 30, યાંત્રિક (મિકેનિકલ) 25, યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) 20 જગ્યાઓ અને યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ)માં 15 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત |
---|---|
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. |
નાવિક (જનરલ ડ્યુટી) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ. |
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) | COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ. |
વય મર્યાદા
18 થી 22 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. જન્મ 1 મે 20021 થી 30 એપ્રિલ 2006ની વચ્ચે થયેલ હોવો જોઈએ.
પગાર ધોરણ
indian coast guard bharti ના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નીચે પગાર ધોરણ જણાવેલ છે.
- નાવિક (જનરલ ડ્યુટી):- બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
- નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ):- બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
- યાંત્રિક:- બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય
અરજી ફી
- જનરલ / OBC / EWS:- રૂ. 300/-
- SC / ST:- ફી નથી
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.
- લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
- શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેરીટ લિસ્ટ
ભારતીય તટરક્ષક દળમાં અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://joinindiancoastguard.cdac.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખો
- અરજી શરૂ તારીખ : 08-09-2023
- અરજી છેલ્લી તારીખ : 22-09-2023
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |