Khedut Subsidy Yojana: I Khedut Portal પર ખેડૂત સબસીડી યોજનાઓ માં અરજી કરવાનું સરું અરજી કરવા માટે આટલું કરો, આઇ ખેડૂત પોર્ટલ યોજના

Khedut Subsidy Yojana: I Khedut Portal: ગુજરાત સરકાર તરફથી ખેડૂત આધુનીક ખેતી તરફ વળે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવે તે માટે અનેક સબસીડે યોજનાઓ ચાલે છે. જેમા ખેડૂતોને ખેતી માટે આધુનીક મશીનરી ખરીદવા માટે સબસીડી આપવા માટે તથા વિવિધ બાગયતી પાકોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષમ 2-3 વખત I Khedut Portal ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામા આવે છે. હાલમા ખેડૂત સબસીડી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ પર 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ કરી શકાશે. જેની વિગતો નીચે મુજબ છે.

ખેડૂત સબસીડી યોજનાઓ

હાલમા I Khedut Portal પર નીચે મુજબની વિવિધ યોજનાઓ માટે સબસીડી/સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ કરી શકાય છે.

  • ખેતીવાડી ની યોજનાઓ
  • પશુપાલન ની યોજનાઓ
  • બાગાયતી ની યોજનાઓ
  • મત્સ્ય પાલન ની યોજનાઓ

IKhedut Portal ગુજરાત સરકારની એક પહેલ ડિજિટલ આઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેમની મદદથી ગુજરાતના કૃષિકો, પેટુ પશુઓને અને દરરોજ સંવર્ધનને સંકેતિ આપવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા સરકારની સબસીડી યોજનાઓ, ઋણયોજનાઓ, અને અન્ય વિવિધ સહાય યોજનાઓની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

આઈખેડૂત પોર્ટલના મુખ્ય લક્ષ્યો નીચે આપેલા છે

  • ઋણ અને સબસીડી યોજનાઓ: પોર્ટલ પર કૃષિકોને સરકારની વિવિધ ઋણ અને સબસીડી યોજનાઓની માહિતી મળે છે, જે તેમની આવશ્યકતાઓને પૂરી કરવામાં મદદ કરે છે.
  • મૌખિક અને ઓનલાઇન અરજી: આઈખેડૂત પોર્ટલ પર કૃષિકો અને પેટુ પશુઓની સબસીડી યોજનાઓ માટે મૌખિક અને ઓનલાઇન અરજી કરી શકે છે.
  • માહિતી અને તંત્રાજ્ઞાન: પોર્ટલ પર ગુજરાતની વિવિધ યોજનાઓ, ખેતીમાં નવીનતમ તંત્રાજ્ઞાન અને માર્ગદર્શનની માહિતી મળે છે.
  • અપડેટ્સ અને સમાચાર: આઈખેડૂત પોર્ટલ પર કૃષિકો માટે સરકારની નવીનતમ યોજનાઓ, અપડેટ્સ, અને સમાચાર પ્રસારિત થાય છે. (આઇ ખેડૂત પોર્ટલ યોજના)

Khedut Subsidy Yojana

ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ માટે નીચે મુજબના ઘટકો માટે હાલ ઓનલાઇન અરજીઓ કરી શકાય છે. જેની ટૂંકમા વિગતો નીચે મુજબ છે.

ડ્રોનથી છંટકાવ

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા

  • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.
  • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ આઇ ખેડૂત પોર્ટલ યોજના

કૃષિ યાંત્રિકીકરણ માટે એગ્રો સર્વિસ પ્રોવાઇડરની યોજના AGR-61

  • સામાન્ય વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ૪૦% ત્યારબાદ પ્રથમ બે વર્ષ ૧૦% અને છેલ્લા બે વર્ષમાં ૭.૫% લેખે પાંચ વર્ષમાં કૂલ ૭૫% સહાય (યુનિટ દીઠ વધુમાં વધુ રૂ. ૭,૫૦,૦૦૦ સહાય) આપવામા આવે છે.
  • આદિજાતિ વિસ્તારમાં શરૂઆતના વર્ષમાં ૫૦% ત્યારબાદ પ્રથમ બે વર્ષ ૧૦% અને છેલ્લા બે વર્ષમાં ૭.૫% લેખે પાંચ વર્ષમાં કૂલ ૮૫% સહાય (યુનિટ દીઠ વધુમાં વધુ રૂ. ૮,૫૦,૦૦૦ સહાય) આપવામા આવે છે.

ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન

  • પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટમાં ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૦.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે.
  • આ યોજનાનો લાભ દરેક વર્ગના ખેડૂત; ખેડૂત ગૃપ; રાજય કૃષિ યુનિવર્સિટીનો કોઈપણ ડીપ્લોમાં / સ્નાતક/ અનુસ્નાતક; બી.આર.એસ.; મહિલા ખેડૂત; સખીમંડળ (ગ્રામ્ય વિસ્તાર), ફાર્મર્સ પ્રોડ્યુસર ગૃપ; ફાર્મર્સ ઈન્ટરેસ્ટેડ ગૃપ; સહાકારી મંડળી, વ્યક્તિ દ્વારા પ્રોજેકટ બેઈઝડ પ્રોસેસીંગ યુનિટને કાર્યરત કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે.

તાડપત્રી સહાય યોજના Tadpatri Sahay Yojana

  • અનુસુચિત જનજાતી અને અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
  • સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ

પમ્પ સેટ્સ ખરીદી સહાય

  • ઓઇલ એન્‍જીન સામાન્ય ખેડૂતો માટે(અ) ૩ થી ૩.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૮૭૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ થી ૮ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૮૭૫/- બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
  • ઇલેકટ્રીક મોટરસામાન્ય ખેડૂતો માટે (અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૮૬૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(બ) ૫ હો.પા ખર્ચના ૭૫% અથવા રૂ.૯૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે (ક) ૭.૫ હો.પા..ખર્ચના ૭૫% અથવા રૂ.૧૨૯૦૦/- બે માંથી જે ઓછુ હોય તે(3) સબમર્સીબલ પમ્પસેટસામાન્ય ખેડૂતો માટે(અ) ૩ હો.પા. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૫૭૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (બ) ૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૨૩૫૦/- બે માંથી જે ઓછુ હોય તે, (ક) ૭.૫ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૨૭૯૭૫/- બે માંથી જે ઓછુ હોય તે, (ડ) ૧૦ હો.પા.ખર્ચના ૭૫% અથવા રૂ.૩૩૫૨૫/- બે માંથી જે ઓછુ હોય તે આ યોજના અન્વયે સહાય મળવાપાત્ર છે.

પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત

  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/-
  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/-
  • પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/-

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય

 યુનિટ કોસ્ટ રૂ ૦.૫૦ લાખ/ હે. • ખર્ચના ૭૫% મુજબ મહતમ ૦.૩૭૫ લાખ/હે. • લાભાર્થી / ખાતા દીઠ ૪ હે.ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોને નાળીયેરી વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય તેના 75 ટકા મહત્તમ રૂ. 37,500 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. જેની ચૂકવણી 2 હપ્તામાં કરવામાં આવશે, 75 ટકા સહાય પ્રથમ હપ્તામાં અને બાકીની 25 ટકા સહાય બીજા હપ્તામાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા5નને પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 5,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ તમામ સહાય ખેડૂત/ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં જ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નારીયેળીનું ઉત્પાદન વધતા પ્રોસેસીંગ થકી તેનું મૂલ્યવર્ધન કરતા નાળીયેર પાણીનાં ટેટ્રાપેક/બોટલ, નાળીયેર મિલ્ક પાવડર, નાળીયેરી તેલ, નીરો, કોયર જેવા અનેક નાળીયેરી આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ ખૂબ જ રહેલી છે.

આઈ ખેડૂત પોર્ટલ અરજી કરવાઅહીં ક્લિક કરો
અમારા Whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Index
Scroll to Top