Indian Army Agniveer Bharti 2024: ભારતીય સેનામાં 25 હજાર અગ્નિવીરોની ભરતી, અગ્નિવીર ભરતી

Indian Army Agniveer Bharti 2024: Indian Army Agniveer સ્કીમ અંતર્ગત અગ્નિવીર માટેની ભરતી બહાર પાડવામા આવી છે. ઇન્ડીયન આર્મી મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ સારી તક છે. Indian Army Agniveer માટેની આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જે 13 ફેબ્રુઆરી થી ઓનલાઇન અરજી કરી શકાસે.

Indian Army Agniveer Bharti 2024

ભારતીય સેનામાં અગ્નિપથ સ્કીમ અંતર્ગત 25 હજાર અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા આઠ જાન્યુઆરીથી શરુ થનાર હતી. પણ હજુ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થયેલ નથી. સેનામાં ભરતી માટેની ઓફીસીયલ વેબસાઈટ https://joinindianarmy.nic.in પર જાહેર કરવામા આવેલ નોટિફિકેશન અનુસાર, કોમન એન્ટ્રેંસ એક્ઝામ 2024-25 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરુ કરવામા આવનાર છે. ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવેલી સૂચના અનુસાર કોમન એન્ટ્રેંસ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે. અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવાની રહેશે. કારણ કે એક વાર ડિટેલ સમબિટ કર્યા બાદ તેને જ ફાઈનલ માનવામાં આવશે.

કોમન એન્ટ્રેસ ટેસ્ટ

ભારતીય સેના મા ભરતી માટે અગ્નિવીરો અને જેસીઓ સહિત અન્ય પોસ્ટ પર ભરતી માટે પહેલી વાર કોમન એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન એપ્રિલ 2023 માં કરવામા આવ્યુ હતું. ઇન્ડીયન આર્મી મા ભરતી માટેની કોમન એંન્ટ્રેંસ ટેસ્ટ માટે અરજીઓ ઓનલાઈન મોડમાં થાય છે. પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. જે ઉમેદવાર આ પરીક્ષામાં પાસ થશે, તેમને ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામા આવશે.

ભારતીય સેનામાં અગ્નિવીર પદ પર ભરતી માટે અરજી ફી પેટે 550 રૂપિયા +જીએસટી આપવાનો રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઇન્ડીયન આર્મી મા અગ્નિવીર અંતર્ગત ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.

  • ભારતીય સેનામાં અગ્નિવીર જનરલ ડ્યૂટી પદ માટે 10 માં ધોરણમાં ઓછા મા ઓછા 45 ટકા સાથે પાસ હોવા જરૂરી છે.
  • જ્યારે અગ્નિવીર ટેક્નિકલ પોસ્ટ માટે ધોરણ 12 મું (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ અને અંગ્રેજી)માં કમસે કમ 50 ટકા ગુણ સાથે પાસ હોવા જોઈએ.
  • અગ્નિવીર સ્ટોરકીપ/ક્લાર્ક પોસ્ટ માટે ધોરણ 12 માં ઓછા મા ઓછા 60 ટકા ગુણ સાથે પાસ હોવા જોઈએ. અંગ્રેજી અને ગણિત/અકાઉન્ટસ/બુક કીપિંગમાં મીનીમમ 50 ટકા ગુણ હોવા જરુરી છે.
  • ટ્રેડ્સમેન ની પોસ્ટ માટે ધોરણ 10 માં/આઠમું ધોરણ પાસ હોવા જોઈએ.

વય મર્યાદા

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર લઘુતમ વય મર્યાદા 17 વર્ષ જયારે મહતમ વય મર્યાદા 21 વર્ષ નિયત કરવામા આવેલ છે.

સીલેકશન પ્રોસેસ

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં કરવામા આવે છે.

  • લેખિત પરીક્ષા
  • ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ
  • શારીરિક માપદંડ
  • મેડિકલ ટેસ્ટ

અગ્નિવીર ભરતી લેખીત પરીક્ષા 100 ગુણની લેવામા આવે છે. જેમાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ, મેથ્સના 15 માર્ક્સના 30-30 પ્રશ્નો પૂછવામાં આવે છે, જ્યારે લોજિકલ રીઝનિંગના 10 ગુણના 5 પ્રશ્ન હોય છે. આવી જ રીતે 100 ગુણના 50 પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પણ રાખવામા આવેલ છે. ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ 35 ગુણ મેળવવા જરૂરી છે. જો કે, ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન મેરિટના આધાર પર કરવામા આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top