Mukhyamantri Pak Sangrah Yojana: મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, ગોડાઉન યોજના, Godown Sahay Yojana

Mukhyamantri Pak Sangrah Yojana: ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે વિવિધ યોજના ikhedut Portal મારફતે પ્રકાશિત કરતી રહે છે. ખેડૂતોને ઘણી અનુકૂળ વાતાવરણ હોય તો ખેત પેદાશો સારી થાય છે. પરતું ખેતરમાં પાક સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ, વાવાઝોડા, તેમજ માવઠા જેવા પરિબળોના કારણે કિસાનો પોતાનો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરી શકતા નથી. જેની ચિંતા રાજ્ય સરકાર કરીને ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી સાચવી શકે અને તેની ગુણવતા એકદમ પહેલાં જેવી જ રહે તે માટે સબસીડી હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ગોડાઉન સહાય યોજનાનો હેતુ

Mukhyamantri Pak Sangrah Yojana હેઠળ રાજ્યના ખેડૂતો પોતાની ઉત્પન્ન થયેલી કૃષિ-પેદાશો સાચવી શકે. અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરીને વધુ સારા ભાવ મેળવી શકે તે ઉદ્દેશ છે.

પાક સંગ્રહ યોજનાની પાત્રતા અને શરતો

  • ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
  • રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
  • ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
  • આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Mukhyamantri Pak Sangrah Yojana – Godown Sahay Yojana

યોજનાનું નામ પાક સંગ્રહ યોજના । ગોડાઉન સહાય યોજના
ઉદ્દેશ્ય ખેડૂતો ઉત્પન્ન થયેલો પાક સંગ્રહ કરવા માટે
લાભાર્થી ગુજરાતના તમામ ખેડૂતોને
સહાયની રકમ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

IKhedut Portal Godown બનાવવાની શરતો

રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.
  • ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
  • ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્‍થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્‍ય ગણાશે નહીં.
  • ગોડાઉનનું પ્લીન્‍થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
  • પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્‍ટના પતરાથી બનાવવાના રહેશે.
  • આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્‍ય રહેશે નહિં.
  • લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની સહાય ધોરણ

આ પાક સંગ્રહ યોજના અન્‍વયે ikhedut portal subsidy નિર્ધારિત થયેલ છે. આ યોજના અન્‍વયે પોતાની જ્ઞાતિ મુજબ સબસીડી કે સહાય નક્કી થયેલ છે. જે નીચે મુજબ છે.
ST (અનુસૂચિત જન જાતિ) માટે એસ.ટી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
SC (અનુસૂચિત જાતિ) માટે એસ.સી જ્ઞાતિના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે
અન્ય તમામ જ્ઞાતિઓ માટે અન્ય તમામ જ્ઞાતિઓના ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા 50,000 (પચ્ચાસ હજાર) બેમાંથી જે ઓછુ હોય તે

ગોડાઉન સહાય યોજના ડોક્યુમેન્ટ

i-khedut portal 2021 દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.
  • 1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
  • 2. ikhedut portal 7 12
  • 3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
  • 4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • 5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • 6. જમીનના 7/12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર સંમતિપત્રક
  • 7.જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (લાગુ પડતું હોય તો)

Leave a Comment