PM Yashasvi Yojana 2023: પ્રધાનમંત્રી યશશ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશશ્વી યોજના 2023
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી યશશ્વી યોજનાનો ઉદ્દેશ
આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી,પરંતુ રાજ્ય સરકારો ની યોજનાઓ નો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિ માં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી નહોતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
PM Yashasvi Scheme 2023 – pm yashasvi scholarship
યોજનાનું નામ | પ્રધાનમંત્રી યશશ્વી યોજના |
યોજના શરૂ કરનાર સંસ્થા | નેશનલ ટેસ્ટ એજન્સી (NTA) |
પરીક્ષાનું નામ | યશસ્વી એન્ટરન્સ ટેસ્ટ (YET) |
ફોર્મની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ 2023 |
પરીક્ષા તારીખ | 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર) |
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિનું સહાય ધોરણ
- વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ.
- આ યોજના અંતર્ગત OBC, EWS અને DNT કેટેગરી ના વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
- આ યોજના નો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ને જ મળશે.
- યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક 2.50 લાખ થી વધુ ન હોવી જોઈએ.
- ધોરણ 9 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ નો જન્મ 01 એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
- ભાઈઓ અને બહેનો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
NTA YET પરીક્ષાની પદ્ધતિ
- આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
- કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.
પ્રધાનમંત્રી યશશ્વી યોજના ઓનલાઈન ફોર્મ
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ www.yet.nta.ac.in ની મુલાકાત લો.
- વેબસાઈટ ઓપન કર્યા બાદ રજીસ્ટર ઑપ્સન પર ક્લિક કરો.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે એમાં તમારી તમામ ડિટેલ્સ ભરો અને Create Account પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ થી Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમને તમારા ફોર્મની તમામ વિગત દેખાશે જેની તમે પ્રિન્ટ પણ લઈ શકો છો.
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ માટે મહત્વની તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 11 જુલાઈ 2023 |
ફોર્મની છેલ્લી તારીખ | 10 ઓગસ્ટ 2023 |
પરીક્ષા તારીખ | 29 સપ્ટેમ્બર 2023 |
ઓનલાઈન ફોર્મ ભરવા | Registration | Login |
નોટિફિકેશન વાંચવા | નોટિફિકેશન વાંચો |