PMJAY Yojana 2023: આયુષ્માન પ્રધાનમંત્રી યોજના હેઠળ દસ લાખ સુધીની મફત સારવાર

Gujarat Ayushman Bharat Yojana List 2023: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવશે. આ લેખ માં જાણો સંપૂર્ણ માહિતી આયુષ્માન ભારત યોજના વિશે કે આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું, આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ? શું લાભ મળશે?, ડોક્યુમેન્ટ્સ શું જોશે? કઈ જગ્યા એ અરજી કરવી અને ઘણું બધું.

આયુષ્માન પ્રધાનમંત્રી યોજના હેઠળ ભારત દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય આયુષ્માન પ્રધાનમંત્રી યોજના અમલ માં મુકવામાં આવી છે. આજે આપણે આયુષ્યમાન ભારત યોજના દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ માં દસ લાખ સુધી ની મફત સારવાર કરી શકાય એનું નવું લિસ્ટ જોઈશું, આયુષ્યમાન ભારત યોજના સરકારી અને ખાનગી હોસ્પિટલ લિસ્ટ 2023

કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલ

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે પણ BPL કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. લિસ્ટ માં બતાવેલ હોસ્પિટલમાં દાખલ થતાં સમયે લાભાર્થી નો આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું ફરજીયાત છે. સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા આ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે.
આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવેલ હોવાથી જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આયુષ્યમાન મિત્ર તમને મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે નું કામ પણ કરશે.

ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલો

આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશનાં કોઈ પણ રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ ઉઠાવી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે. હજી પણ નવી હોસ્પિટલોનું જોડણ ચાલુ છે.

PMJAY નામ કેવી રીતે ચેક કરવું?

pmjay માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ pmjay ની ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.હવે હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.નવું પેજ ખુલશે એમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને આપેલ બોક્સમાં નાખો અને SUBMIT બટન પર ક્લિક કરો. લાસ્ટમાં ફેમિલી ડીટેલ પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, અહીં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે)
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

Leave a Comment